કોરોનાની ત્રીજી લહેરની દસ્તક – સુરતમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ દેખાયો…

ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમિક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.
સુરતમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ દેખાયો છે. લંડનથી પરત ફરેલા યુવકના કોરોના સેમ્પલ જીનોમસિક્વ માટે મોકલાયા છે. સ્ટોક માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલો ૩૯ વર્ષીય યુવક પોઝીટિવ આવ્યો છે. ગત ૧૧મીએ લંડન યુકેથી કુવૈત અને કુવૈતથી દિલ્હીનો પ્રવાસ કરી યુવક ખાનગી ટેક્સીમાં ૧૪મીએ સુરત પરત ફર્યો હતો.
દિલ્હી એરપોર્ટ પર તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જયારે ૧૪મી એ સુરત પહોંચેલા આ યુવકને હોમ ક્વોરેન્ટાઈન કરાયો છે. ૭ દિવસ ક્વોરેન્ટાઈન રાખ્યાં બાદ ફરી ટેસ્ટ કરાયો જેમાં તે કોરોના પોઝિટિવ જાહેર થયો હતો. બુધવારે યુવકનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા છે. ઓમિક્રોનની આશંકા વચ્ચે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઓમિક્રોનનું આક્રમણ શરુ થઈ ગયુંછે. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 23 કેસ સામે આવ્યા છે. 23 માંથી 4 લોકો સાજા થઈ ગયા છે. હાલમાંઓમિક્રોનના 19 કેસ એક્ટિવ રહેલા છે. મહેસાણા,વડોદરાઅને આણંદમાં 3-3 કેસ સામે આવ્યા છે. જ્યારેઅમદાવાદમાં ઓમિક્રોનના વધુ 5 કેસ નોંધાયા છે.