ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

સુરતમાં કોરોનાની ત્રીજી લહેરના દસ્તક જોવા મળી છે. સુરતમાં 197 દિવસ પછી 50 થી વધુ કેસો નોંધાયા છે. કોરોના ના 52 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે એક જ દિવસ માં 10 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આઠવા ઝોન ફરી એક વખત કોરોનાનો હોટસ્પોટ બન્યો છે. એક દિવસમાં 34 કેસો સામે આવ્યા છે.

નોંધનીય છે કે, રાજયમાં છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં કોરોના ના 394 કેસ સામે આવ્યા છે. આ સિવાય ૫૯ દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 182 કેસ સામે આવ્યા છે. તેની સાથે રાજ્યમાં 1 દર્દીનું મોત પણ થયું છે.