અમદાવાદમાં ચોમાસાના વિરામ બાદ મચ્છરજન્ય રોગચાળો ઉપાડો લીધો છે. છેલ્લા થોડા દિવસોથી તાવ, ઝાડા ઉલટી, ડેન્ગ્યુ જેવા રોગોમાં વધારો થયો છે. મ્યુનિ. હેલ્થ ખાતાની ઘોર બેદરકારીના લીધે અમદાવાદના તમામ વિસ્તારોમાં મચ્છરનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો છે. કોરોનાની ત્રાસ્દી વચ્ચે ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસોમાં બહુ મોટો વધારો થયો છે.

અમદાવાદ શહેરમા મચ્છરજન્ય રોગચાળો વધતા મનપા એક્શનમાં આવ્યું છે. અમદાવાદ શહેરમા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. કચરાની સિલ્વર ટ્રોલી આજુબાજુ પણ સફાઈ કામગીરી કરવામાં આવી છે. સોલિડવેસ્ટ વિભાગ દ્વારા શહેરમા રોગચાળા ન વકરે તે માટે કામગીરી હાથ ધરાઈ છે. તેની સાથે અમદાવાદ શહેર ના તમામ ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ તાવના કેસોમાં પણ વધારો થયો છે, ચાલુ સિઝનમાં મ્યુનિસિપલના કર્મચારીઓએ 1,08,764 તાવના દર્દીઓના નમૂના લેવામાં આવ્યા છે, જે ગયા વર્ષે 50207 દર્દીઓ આ ગાળામાં જ હતા. જ્યારે ડેન્ગ્યુની ચકાસણી માટે 1934 સીરમના નમૂના લેવામાં આવ્યા છે.