વડોદરામાં છેલ્લા થોડા મહિના પહેલા કોરોનાની બીજી લહેરે આતંક સર્જ્યો હતો. વડોદરામાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન વડોદરામાં ઓક્સીજન અછતની સાથે હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ હતી. તેના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

જ્યારે હવે વડોદરામાં કોરોનાના કેસને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં કોરોના કેસ જીરો પર પહોંચી ગયા છે. વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કેસ સામે આવ્યો નથી. એક વર્ષ સાત મહિના ને અઢાર દિવસ બાદ એક પણ કેસ સામે આવ્યો નથી.

 

નોંધનીય છે કે, વડોદરામાં કોરોનાના કેસ શૂન્ય પર પહોંચતા ડોકટરોની સાથે હોસ્પિટલોએ રાહતનો શ્વાસ લીધો છે. કેમકે કોરોનાની બીજી લહેરે વડોદરામાં હાહાકાર સર્જ્યો હતો. પરંતુ હવે કેસ નહીંવત થઈ ગયા છે. જ્યારે કોરોનાને હરાવવા લોકો રસી પણ લઇ રહ્યા છે. તેની ઈફેક્ટ હવે જોવા મળી રહી છે.