ગુજરાતમાં સતત કોરોના કહેરની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ગુરુવારના ૩૪ કેસ સામે આવ્યા હતા પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ કેસ સામે આવ્યા છે. જ્યારે 17 દર્દીઓ સાજા થયા હતા.

રાજ્યમાં અત્યારે કોરોનાના 212 એક્ટિવ કેસ રહેલા છે જેમાંથી પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે 207 ની હાલત સ્થિર રેઇ છે. જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જયારે આ સમાચાર બાદ એક વાત સ્પષ્ટ છે કે, કોરોનાનો કહેર હવે ધીરે-ધીરે ઓછો થઈ રહ્યો છે.

જયારે છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેરમાં સૌથી વધુ ચાર કેસ સામે આવ્યા છે જયારે એક દર્દી રીકવર પણ થયો હતો. તેની સાથે સુરત શહેર અને વલસાડમાં ત્રણ-ત્રણ કેસ આવ્યા હતા. સુરત શહેરમાં પાંચ અને વલસાડમાં ૬ દર્દીઓની કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા હતા.