સુરત કતારગામ વિસ્તારમાં આવેલી ઉમિયા ડેરી પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે ઉમિયા ડેરીના માલિક દ્વારા ભેળસેળ વાળું ઘી વેચવામાં આવતું હોવાની વારંવાર ફરિયાદો સામે આવતી રહેતી હતી. જેને લઈને આજે મનપાના ફૂડ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
છે. જે ઉમિયા ડેરીમાંથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધી અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેરીમાં વેચાતા પદાર્થોના સેમ્પલિંગ લેવાની શરૂઆત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેરીમાં દરોડા પાડતા આસપાસની ડેરી સંચાલકો અને મીઠાઈની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. ભેળસેળ થતી હોવાની ફરિયાદ બાદ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ડેરીમાંથી 113 કિલો માવાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેરીમાં રખાયેલા 113 કિલો ઘી જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે.

હાલમાં જ્યાં સુધી લેબોરેટરી રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ જથ્થામાથી ઘીનું કે માવાનું વેચાણ ન કરવા સુચના આપી દેવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ભેળસેળ જણાઈ આવે તો તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.