અમદાવાદ ઓમીક્રોનની એન્ટ્રી થી તબીબી આલમ ચિંતામાં મુકાયા છે. ત્યારે હાલમાં ખાનગી હોસ્પિટલ દ્વારા તૈયારી કરવામાં આવી છે. આહના સંલગ્ન 70 હોસ્પિટલમાં 2200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. આહના પ્રેસિડેન્ટ ના સરકારની કામગીરી પર સવાલ કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ અને ચેકીંગ ની કામગીરી માં ઢીલાશ જોવા મળી રહી છે, જેને લઈને ડો ભરત ગઢવીએ જણાવ્યું છે. જેને લઈને આહના સરકારને પત્ર લખશે.

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, એરપોર્ટ પર સખ્તાઈપૂર્ણ કામગીરી કરવામાં આવે નહિ તો મુશ્કેલી ના દિવસો આવશે. સ્કૂલમાં બાળકો મામલે વાલીઓ અને સંચાલકો એ ગંભીર થવું જોઈએ. બાળકોને સ્ફુલમાં નાસ્તો ન આપવો જેથી તેઓ માસ્ક ન ઉતારે અને સંક્રમણ ના ભય થી દુર રહે.

રાજ્યમાં બાળકોમાં કોરોના સંક્રમણ સામે આવતા શિક્ષણ વિભાગ એક્શનમાં આવી ગયો છે. શિક્ષણ અંગેની SOP કડક બનાવવા આગામી સમયમાં શિક્ષણ વિભાગ પરિપત્ર કરશે. સુરત અને અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ સામે આવતા શિક્ષણ વિભાગ આગામી સમયમાં જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પરીપત્ર મોકલશે , તેમ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું.