રાજકોટમાં સતત કોરોનાના કહેર વચ્ચે રાજકોટવાસીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં સતત કોરોનાનો કહેરથી હાહાકાર મચી ગયો છે. રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી ૫૦૦ થી વધુ કેસ સામે આવ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયેલો છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ બહાર લાંબી લાઈનો પણ જોવા મળતી હતી. જ્યારે હવે તેને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની કતાર જોવા મળી રહી નથી. કોવિડમાં સારવાર માટે એકપણ એમ્બ્યુલન્સ દેખાઈ રહી નથી. છેલ્લા 2 દિવસથી આંશિક રાહત જોવા મળી છે. સારવાર માટે આવતા લોકોને રાહ જોવી પડી રહી નથી. સીધી જ જરૂર પડે તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જેના લીધે લોકો માટે આ સમાચાર રાહત લઈને આવ્યા છે.

રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 524 કેસ સામે આવ્યા છે જેમાં શહેરના 397, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 127 છે. તેની સાથે કોરોનાના કેસ ઘટવાની સાથે મોતના આંકડા પણ ઘટયા છે. છેલ્લા 24 કલાકમાં 72 નાં મોત નીપજ્યા છે.