કોરોનાના ફેલાવા બાદ બજારમાં નવી લોન્ચ કરાયેલી ફેવીપીરાવીર નામની દવા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કારગત સાબિત થઈ છે. પરંતુ બજારમાં ઉંચા ભાવ વચ્ચે ભયંકર તંગી વર્તાતી હોવાથી લોકો દવા વગર મરી જાય તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. જો કે હાલમાં કોરોના સાથે સંકળાયેલા મેડિકલના તમામ સાધનો અને દવાના ભાવ ચારાથી પાંચ ગણા વસુલાઈ રહ્યા છે.

સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સર્જાય રહી છે. જો કે આ દવા કોરોના માટે મહત્વની ગણાતી હોવાથી તેની બજારમાં અછત સર્જાઈ છે. જે ફેવીપીરાવીર દવાની અછત સર્જાઈ રહી છે. જે સિવિલ હોસ્પિટલમાં બારી ઉપર જ દવા મળી રહી નથી. હોસ્પિટલમાં જરૂરિયાત કરતા ઓછો સ્ટોક આવતા દર્દીઓને દવા માટે પણ ઘણી હાલાકી પડી રહી છે. ત્યારે આ દવાઓ માટે દર્દીઓના સગાને વારંવાર ધક્કા ખાવા પડે છે. આટલા ધક્કા ખાવા છતાં પણ તેમને આ દવા મળી રહી છે. આ અછત જાણીબુઝીને ઉભી થઈ છે કે પછી વચેટીયાઓ દ્વારા નફો કમાવવા કાળાબજારી કરાઈ રહી છે તે તપાસનો મુદો બન્યો છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 1574 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,22,394 કેસ નોંધાયા છે. આજે વધુ 10 મોત નોંધાતા મૃત્યુઆંક વધીને 1821 પર પહોંચ્યો છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,366 પર પહોંચી ગઈ છે. આજે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવતાં ડિસ્ચાર્જનો આંકડો પણ એક લાખને પાર કરીને 1,02,207 પર પહોંચ્યો છે.