સુરત તંત્રનો 10 જુલાઇ સુધી બધા લોકોને વેક્સિન લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે વેપારીઓએ વેક્સિન ફરજીયાત લેવા આદેશ કરાયો છે. આદેશ વચ્ચે કાપડ માર્કેટમાં માત્ર 5 લાખ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ પાંચ લાખ લોકોને વેક્સિન આપવાની બાકી છે. ટેક્સટાઇ માર્કેટમાં એક દુકાનમાં 10 થી 30 કર્મચારીઓને સ્ટાફને પણ 10 જુલાઇ સુધીમાં વેક્સિન પૂર્ણ નહીં થાય. જે હાલમાં શહેરમાં વેક્સિનેશનનો જથ્થો ઓછો આવે છે. જેના કારણે તે પૂરું થઇ શકે તેમ નથી. જે હાલમાં વેક્સીનનો જથ્થો ઓછો આવતા તેની કામગીરી ધીમી ચાલે છે. શહેરના 10 ટેક્સટાઇલ માર્કેટમાં 4 જેટલા સેન્ટર આપવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી વેવને ધ્યાનમાં લઈને સુપરસ્પ્રેડરની કેટગરીમાં આવતા વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા માટે સૂચના આપી હતી. જોકે વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાના કારણે ઘણા લોકોને વેક્સિન મળી રહી નથી. એવામાં સરકારે વેક્સિન લેવાની સમય મર્યાદા વધારીને 10 જુલાઈ સુધીની કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જુનાગઢ, ગાંધીધામ, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરુચ, પાટણ, મોરબી, ભુજ આ 18 શહેરોમાં વ્યવસાયિક પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામ માટે 30 જૂન સુધીમાં ફરજિયાત વેક્સિન લેવાનો નિર્ણય કર્યો હતો.

હાલમાં દરરોજ કોરોનાના કેસમાં ઘટાડો આવી રહ્યો છે પરંતુ એક્સપર્ટના અનુસાર કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જેથી સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.