બનાસકાંઠા પાલનપુર (Palanpur) ના વડગામ તાલુકામાં પશુઓમાં પ્રથમ વાર ભેદી રોગ જોવા મળ્યો છે. આ ભેદી રોગથી પશુપાલકના પશુઓના મોત થઈ રહ્યા છે. જેના કારણે વડગામ તાલુકાના બસુ ગામે ત્રણ તેમજ સેમોદ્રા ગામે 1 પશુ નું મોત જયારે 2 પશુઓ ગંભીર હાલતમાં જોવા મળ્યા છે. જો કે આ પશુઓને પશુ ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવી છે, છતાં પણ કોઈ ફર્ક પડતો નથી. આ પશુ ડોકટરો દ્વારા આ ગંભીર હાલતના પશુ (animals) નો રિપોર્ટ લેવામાં આવ્યો હતો જે લેવાયેલા પશુઓના નિલ પરંતુ કોઈ બીમારી પકડાઈ નહિ.

આ માટે બનાસડેરી અને ખાનગી ડોક્ટરો ની સારવાર બાદ પણ રોગને જાણી શકાતો નથી. જેના કારણે પશુપાલક ના મહામૂલા પશુ (animals) ના મોતથી પશુ પાલકોને મોટું નુકશાન થઇ રહ્યું છે. બનાસકાંઠા પશુપાલન વિભાગે પશુઓમાં ભેદી બીમારી મામલે વધુ તપાસ હાથ ધરી છે.