કોરોનાની બીજી વેવે ગુજરાતના શ્વાસ રોકી દીધા હતા. કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા. ગુજરાતની સ્થિતિ અત્યંત ભયજનક બની હતી. જો કે, અત્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. અંદાજે 25 જેટલા કોરોનાના કેસ નોંધાય છે જો કે, પોસ્ટ કોવિડ અસર હજુ પુર્ણ થઈ નથી.

બીજી વેવમાં કોરોના થઇને મટી ગયો હોય તેમની હજુ ચિંતા મટી નથી. બીજી વેવમાં કોરોના બાદ ડાયાબિટીસ, થાઇરોડ, લંગ્સમાં કોરોનાને લઈને અત્યંત ડેમેજ સામે આવ્યું છે. અત્યારે કોરોનાથી સાજા થયેલા 30 થી 40 ટકા લોકો આ ત્રણ બીમારીમાં સપડાઈ રહ્યા છે.

ડોક્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ત્રણ બીમારીના કેસ અત્યંત ચિંતાજનક રીતે વધ્યા છે. કોરોના બાદ પોસ્ટ કોવિડ બીમારીના કારણે લોકો મુશ્કેલી મુકાયા છે. જે અંતર્ગત માનિસક બીમારીમાં બેચેનીનું પ્રમાણ વધારે માત્રામાં જોવા મળ્યું છે. કામમાં બેચેન રહે છે આ સિવાય શ્વાસ ચડવો સાથે થાઈરોઈડ અને ડાયાબિટીસના કેસોમાં ધરખમ વધારો થયો છે. અત્યારે લંગ્સમાં ઇન્ફેક્શનના કેસો વધુ આવી રહ્યા છે. બીજી વેવમાં કોરોના થઈને મટી ગયાના ચાર થી પાંચ મહિના બાદ પણ હજુ લોકો સ્વસ્થ થઈ શક્યા નથી.