રાજકોટ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતા અનેક બોગસ તબીબોને અગાઉ પોલીસે પકડી પાડ્યા છે. જે રાજકોટમાં બોગસ તબીબોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ બોગસ તબીબ હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં બોગસ મહિલા તબીબ ઝડપાઈ છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર બોગસ મહિલા પ્રેક્ટિસ કરતી હતી. જેને કોઠારીયા વિસ્તારમાં દવાખાનું ખોલ્યું હતું. ત્યારે આ પારસબેન મોહનભાઈ માલકિયા નામની મહિલા સામે ગુનો નોંધ્યો છે. આ તબીબને ત્યાં પેશન્ટને બદલે પોલીસ પહોંચી છે. આજી ડેમ પોલીસે અહીં થી દવાઓ અને ઈન્જેકશન કબજે કર્યા છે.

પોલીસે ક્લિનિકમાંથી વિવિધ દવાઓનો મુદ્દામાલ કબજે કર્યો છે અને નકલી મહિલા ડોક્ટર બની દર્દીઓ પાસેથી પૈસા લેવા મામલે તેની સામે ગુનો નોંધ્યો છે. આ મહિલા ક્લિનિક ખોલી નકલી તબીબ બની દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપતી હોવાની કબૂલાત આપતા પોલીસે તેની અટકાયત કરી છે.

આવા જ બનાવમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી 10 પાસ બોગસ મહિલા ડોક્ટરને પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. સામાન્યતઃ આ તમામ બાબતો જોવાની મોનિટરીંગ કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની હોય છે.