ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. આજે પણ કોરોનાના કેસોએ ગુજરાતમાં હાહાકાર સર્જી રહયા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં ગોંડલ અને ધોરાજી હોટસ્પોટ બની રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ગોંડલ માં એક જ દિવસ ના 22 કેસ નોંધાયા છે, જયારે ધોરાજી માં એક જ દિવસના 25 કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટ ગ્રામ્યમાં 17 કોરોના કેસ નોંધાયા છે. ત્યારે ધોરાજીમાં વેક્સીન ન લેનારા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 45647 સંક્રમિતો નોંધાઈ ચુક્યા છે. હાલ 1987 એક્ટિવ કેસ છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 224 અને ગ્રામ્યમાં 40 દર્દી મળી કુલ 264 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં જિલ્લાના 153 ગામોમાં રસીકરણના બંને ડોઝની કામગીરી 100% સંપૂર્ણ થયેલી છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકાના 38 ગામમાં 100% ટકા રસીકરણ થયેલું છે.

ગુજરાતમાં કોરોનાની કેસની વાત કરીએ તો આજે ૧૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જે સરકારની ચિંતા વધારનાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 10,019 કેસ સામે આવ્યા છે. તેની સાથે ગુજરાતમાં કોરોનાના 2 દર્દીના મોત નિપજ્યા છે. તેની સાથે 4,831 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 55,798 પહોંચી ગઈ છે.