સાંધાનો દુખાવો ખૂબ જ કષ્ટદાયક હોય છે. ખાસકરીને ઠંડીની સિઝનમાં આ દુખાવો કંઈક વધી જતો હોય છે. આમાં એવું હોય છે કે, ઠંડીમાં આપણા શરીરમાં દરેક ભાગોમાં સામાન્ય ગતિથી સંચારિત હોતા નથી અને આ કારણથી સાંધાનો દુખાવો વધી જાય છે. સંધિવા, અસ્થિવાથી પીડિત લોકોને કોણી, ઘૂંટણ, ખભા અને હાથની આજુબાજુના ભાગોમાં દુઃખાવો રહે છે.

આવા દુખાવાથી બચવા માટે જરૂરી છે કે આપણે ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને શારીરિક પ્રવૃતિઓ વધારવી જોઈએ. દુઃખાવો દૂર કરવા માટે ખાસ પ્રકારનું તેલ વધારે ફાયદો પહોંચાડે છે. અને આ વાતનો સ્વીકાર આ ક્ષેત્રના નિષ્ણાતો પણ સ્વીકારે છે. આયુર્વેદના જાણકાર શ્યામ વીએલએ જણાવ્યું હતું કે, નીલગીરીના તેલથી સાંધાના દુઃખાવામાં રાહત આપે છે.

ડોક્ટરએ જણાવ્યું કે, નીલગીરીમાં દુઃખ નિવારક અને એન્ટી બળતરાનો ગુણ રહેલો છે. આમાં અનેક પ્રાકૃતિક એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ મળી રહે છે. એમને જણાવ્યું કે, નીલગીરીના તેલથી પ્રભાવિત સાંધા અને માંસપેશીયો પર મસાજ કરવાથી રાહત મળે છે. નીલગિરીનું તેલ ફક્ત સાંધાના દુખાવાથી રાહત નથી આપતું પણ પરંતુ આના બીજા પણ ફાયદા છે –
ગળામાં ખારાશ અને ટોન્સિલની સમસ્યાથી પણ રાહત આપે છે. આ માટે તમે ગરમ પાણીમાં બે મીલીલીટર નીલગિરીનું તેલ, એક ચપટી સંચળ અને હળદરનો પાવડર મેળવીને તેના કોગળા કરો.
.
તેલની સાથે સાથે નીલગીરીના પાન પણ ફાયદાકારક હોય છે. પાનને સૂકવીને, પાવડર બનાવીને બળેલા ભાગ પર લગાવવાથી રાહત રહે છે. શરદી અને તાવમાં નાક બંધ થવાની સમસ્યામાં પણ નીલગીરી ફાયદાકારક છે. ગરમ પાણીમાં બે ટીપા નીલગીરીના તેલના નાખીને નાસ લેવાથી નાક ખુલે છે અને તાવથી રાહત મળે છે.