ત્રીજી લહેરના ભયના ઓથાર હેઠળ આખું સૌરાષ્ટ્ર, મોરબી – ધોરાજીમાં સંખ્યાબંધ બાળકો કોરોના પોઝિટીવ

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધુ વિસ્તરી રહ્યો છે. ત્યારે આજે મોરબી ના 6 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. જેને કારણે સ્કૂલ સંચાલકો સાથે વાલીઓમાં મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે. જયારે જામનગરમાં કોરોનાથી એક વૃદ્ધ નું મોત થયું છે. આ સાથે ધોરાજી માં પણ ત્રણ વર્ષેના બાળક અને 9 વર્ષીય બાળકી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મોરબીમાં ફરી એક વાર કોરોનાએ ફૂંફાડો માર્યો છે. નવયુગ વિધાલયનાં વધુ 6 વિધાર્થીઓ સહિત સાત વ્યકિતઓ કોરોના સંક્રમિત થયા છે.
જામનગર માં આજે નવા 5 કેસ સામે આવ્યા છે. અમરેલી જામકડોરણા માં બીજા નવા કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં 49 કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે. કોરોના કેસ વધી રહયા હોવા છતાં લોકોમાં હજુ બેદરકારી જોવા મળી રહી છે બીજી તરફ સરકારી મેળાવડાનાં આયોજનોથી આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ હજુ જોખમી થશે તેવી ભિતી સેવાઈ રહી છે.
જામનગર ફરી એક વાર કોરોના હોટ સ્પોટ બન્યુ છે. શહેરમાં વધુ 3 કેસ અને ગ્રામ્યમાં વધુ 2 કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 548 કેસ નોંધાયા છે.