અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી સામે લડવા માટે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી. જોકે હવે શહેરમાં હવે પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 100 ટકા થઇ ગઈ છે. અમદાવાદમાં જાન્યુઆરી 2021 માં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. 9 મહિનામાં શહેરમાં પહેલા ડોઝનું 100% વેક્સિનેશન થયું છે. દિવ્યાંગો માટે અલગ વેક્સિનેશન ની વ્યવસ્થા કરી કોરોના વેકસીન આપવામાં આવી છે. વેકસીન મામલે કડક કાર્યવાહી મનપા પરિસરમાં કરી અને વેકસીન સર્ટી વગરનો એન્ટ્રી કરી જેથી લોકો જાગૃત થઈ વેકસીન લીધી છે. સાથે જ તંત્ર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયસર પ્રથમ ડોઝ લઈ લે.

આગામી સમયમાં માત્ર અર્બન હેલ્થ સેન્ટરો તથા ઘરે બેઠા જ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. રસી આપવામાં માટે અમદાવાદ ગ્રામ્યમાં મેગા ડ્રાઇવ (Ahmedabad rural area vaccination drive) કરવામાં આવી હતી. હાલ ગુજરાતમાં વેક્સીનની કામગીરીમાં અમદાવાદ જિલ્લો મોખરે છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીનનો પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરવા માટે હેલ્થ વિભાગની ટીમો કાર્યરત કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્યમાં ઝડપથી રસીકરણ કામગીરી પૂર્ણ કરવા માટે નાઈટ કેમ્પ (Night camps for vaccination)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કેમ્પથી લઈ ઘરે ઘરે વેક્સિન આપવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે.