ચિંતાજનક સમાચાર – ઓમિક્રોનનું એપી સેન્ટર બન્યું ગુજરાતનું આ શહેર….

ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. તેની સાથે રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
વડોદરામાં ઓમિક્રોન ના કેસોમા સતત વધારો થયો છે. વધુ 7 કેસ ઓમિક્રોનના સામે આવ્યા છે. ઝાબિયાથી આવેલા નિઝામપુરા દંપતિનો અઠવાડિયા પછી ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે તાન્ઝાનિયાથી આવેલા આધેડનો પણ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે નિઝામપુરામા ક્લોઝ કોન્ટકમા આવેલા 12 પૈકી 3 નો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુએઈથી આવેલા પુરુષ પણ ઓમિક્રોન સંક્રમિત થયા છે. વડોદરામાં ઓમિક્રોન ના કેસ ની સંખ્યા 17 પર પહોંચી ગઈ છે.
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 98 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 69 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે વડોદરામાં 7 સહિત રાજ્યમાં 13 નવા ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. તેની સાથે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 32 નવા કેસ સામે આવ્યા છે. તેના સિવાય છેલ્લા અમદાવાદ શહેર, જામનગર શહેર અને પોરબંદરમાં કોરોનાની સારવાર દરમીયાન 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.