સુરત શહેરમાં કોરોનાકાળમાં લોકો યોગ તરફ વળ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. જે સુરતમાં યોગ વર્ગોની સંખ્યા પાંચ ગણી વધી ગઈ છે. જો કે આ એક વર્ષમાં યોગ વર્ગોની સંખ્યામાં સતત વધારો થયો છે. 2019માં 300 જેટલા યોગના વર્ગો ચાલતા હતા. જે વર્ષ 2020માં યોગવર્ગની સંખ્યા 1050 પર પહોંચી ગઈ હતી, જાયે જે હવે વર્ષ 2021માં વધીને 1300 જેટલા યોગ વર્ગ સુરતમાં ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ શહેરમાં યોગબોર્ડ દ્વારા 1 હજાર યોગ વર્ગો ચલાવવામાં આવે છે.

જ્યારે શહેરમાં ખાનગી સંસ્થાઓ દ્વારા 300 જેટલા યોગ વર્ગો ચલાવવામાં આવે છે. ત્યારે હવે શહેરમાં કોરોનાથી ડરી ગયેલા લોકો હવે યોગ તરફ વળ્યા
હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં દવાઓથી સાજા થયા બાદ, શારીરિક અને માનસિક રીતે સજ્જ થવા માટે મોટાભાગના ડોકટરોએ દર્દીઓને યોગ, પ્રાણાયામ અને સકરત માટે સલાહ આપે છે. જેના કારણે પોસ્ટ કોવિડ સમયગાળા દરમિયાન દર્દીઓ યોગ પ્રત્યે સજાગ બન્યા અને યોગ કરતા થયા છે. યોગ સાથે જોડાયેલ જાણકારો મુજબ અગાઉની સરખામણીએ યોગ કરનારની સંખ્યામાં 25થી 30 ટકા વધારો થયો છે.

ગુજરાત યોગ એસોશિએશનના ચેરમેન આચાર્ય બિરજુ મહારાજના કહેવા પ્રમાણે રાજ્યમાં કોવિડના કારણે ચોક્કસથી યોગ પ્રત્યે જાગૃતતા આવી છે. પાછલા એક વર્ષ દરમિયાન રાજ્યમાં 8 હજાર જેટલા યોગ ટીચર તૈયાર થયા છે. આજના સમયમાં યોગ, રોજગારીનું માધ્યમ પણ બન્યુ છે. યોગ ટીચરની તાલિમ મેળવ્યા બાદ, જે-તે વ્યક્તિ મહિને રૂ. 15થી 30 હજાર સુધી કમાઇ શકે છે. રાજ્યભરમાં અંદાજે 1 લાખ જેટલા યોગ ટીચર છે.