યુવતીને બળજબરીથી કિસ કરવા બદલ 40 વર્ષીય Zomato ડિલિવરી એજન્ટની ધરપકડ, જાણો સમગ્ર મામલો

મહારાષ્ટ્રના પુણેમાં 19 વર્ષની છોકરીને બળજબરીપૂર્વક કિસ કરનાર 40 વર્ષીય ઝોમેટો ડિલિવરી એજન્ટની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 17 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 9.30 વાગ્યે પુણેના યેવલેવાડી વિસ્તારમાં ઘટી હતી, જ્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી એક છોકરીએ Zomato પરથી ખાવાનો ઓર્ડર કર્યો હતો. ડિલિવરી એજન્ટ ફૂડ લઈને એપાર્ટમેન્ટમાં પહોંચ્યો કે તરત જ તેણે છોકરી પાસે પીવા માટે પાણી માંગ્યું અને તેને બળજબરીથી કિસ કરી લીધું હતી.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડિલિવરી એજન્ટ આવતાની સાથે જ તેણે પીવા માટે પાણી માંગ્યું અને ફ્લેટમાં કોણ રહે છે તેની માહિતી લેવાનું શરૂ કર્યું. જ્યારે તેને ખબર પડી કે, આ સમયે યુવતી ફ્લેટ પર એકલી છે, તેણે બીજો ગ્લાસ પાણી માંગ્યો અને જ્યારે યુવતી પાણી લેવા જવા લાગી તો તેણે પાછળથી તેનો હાથ પકડીને તેને કિસ કરી લીધી હતી. જતી વખતે તેણે છોકરીને કહેવાનું શરૂ કર્યું કે તે તેના કાકા જેવો છે. જો તેણીને કોઈ મદદની જરૂર હોય, તો નિઃસંકોચ બોલી શકે છે.
યુવતીએ જણાવ્યું હતું કે ડિલિવરી એજન્ટે તેને ફોન પર મેસેજ પણ કર્યો હતો, પરંતુ તેણે તરત જ ડિલીટ કરી દીધો હતો. પીડિતાએ જણાવ્યું કે પહેલા તો તે ફરિયાદ કરતા ખચકાતી હતી, પરંતુ જ્યારે તેણે તેને વોટ્સએપ પર મેસેજ કરવાનું શરૂ કર્યું તો તેણે કોંધવા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.
જ્યારે આ કેસમાં વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સરદાર પાટીલે જણાવ્યું કે, યુવતીની ફરિયાદના આધારે આરોપી રઈસ શેખની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. આરોપીની IPC ની કલમ 354 અને 354 A હેઠળ ધરપકડ કરવામાં આવી છે.