દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ કહેર વર્તાઈ છે. દેશમાં સતત કોરોના દર્દી અને કોવિડથી થનાર મોતોથી લોકોમાં ભયનો માહોલ છે. હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર, દવા અને ઓક્સિજનની અછત સર્જાયેલી છે. રવિવારના ઓડિશા સરકારે પરદેશમાં સંક્રમણની ઝડપને જોતા 14 દિવસના લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. ઓડિશામાં 5 મે થી 19 મે સુધી લોકડાઉન .રહેશે. આ દરમિયાન જરૂરી સેવાઓને છોડી અન્ય સેવાઓ બંધ રહેશે.,

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કામકાજી પત્રકારોને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ જાહેર કર્યા છે. સીએમ નવીન પટનાયકે જણાવ્યું છે કે, પત્રકાર પોતાનો જીવ જોખમ મૂકી ફિલ્ડ માં કામ કરી રહયા છે. ફિલ્ડથી પળ-પળની અપડેટ આપી લોકોને જાગૃત કરવા જેવા મહાન કામ કરી રહયા છે. તે ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધા છે.