કેરળના પલક્કડ જિલ્લામાં બે બસો ટકરાઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના પલક્કડ જિલ્લાના વદક્કેનચેરીમાં થઈ હતી. રાજ્ય મંત્રી એમબી બ્રજશે જણાવ્યું કે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) ની બસ પલક્કડ જિલ્લાના વડક્કનચેરી ખાતે પ્રવાસી બસ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

બુધવારે રાત્રે અહીં વડક્કંચેરી નજીક મંગલમ ખાતે શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી પ્રવાસી બસ પાછળથી KSRTC બસ સાથે ટકરાઈ ગઈ હતી. ટક્કર બાદ બસ દલદલમાં ખાબકી ગઈ હતી. તેમાં 9 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લગભગ 40 ઇજાગ્રસ્તોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત નાજુક છે.

બુધવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે નેશનલ હાઈવે 544 (NH-544) પર આ અકસ્માત થયો હતો. પ્રવાસી બસ એર્નાકુલમની બેસિલિઓસ વિદ્યાનિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને ઊટી તરફ જઈ રહી હતી. KSRTC સુપરફાસ્ટ બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી. બંનેની ટક્કરથી આ અકસ્માત થયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બસ અકસ્માત કારને ઓવરટેક કરવાને કારણે થયો હતો. પ્રવાસી બસે કાબુ ગુમાવ્યો હતો અને કારને ઓવરટેક કરતી વખતે તે KSRTC બસની પાછળ ટકરાઈ ગઈ હતી. કાબૂ ગુમાવ્યા બાદ ટુરિસ્ટ બસ નજીકના ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટના વાલ્યાર-વડાકનચેરી નેશનલ હાઈવે પર અંજુમૂર્તિ મંગલમ બસ સ્ટોપ પાસે થઈ હતી.