દુબઈમાં રહેતા એનઆરઆઈ બિઝનેસમેન અબ્દુલ લહિર હસને તેમના જમાઈ પર 107 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે પોતાના જમાઈ મુહમ્મદ હાફિઝ વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધાવી છે. ફરિયાદ મુજબ, મુહમ્મદ હાફીઝે તેની કેટલીક મિલકતોની માલિકી છેતરપિંડી કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, 2017 માં અબ્દુલ લહિરે તેની પુત્રીના લગ્ન કેરળના કાસરગોડના રહેવાસી મોહમ્મદ હાફીઝ સાથે કર્યા હતા. તેમનું કહેવું છે કે, તેને કલ્પના પણ નહોતી કરી કે, એક દિવસ તેનો જમાઈ તેની સાથે દગો કરશે. બીજી તરફ, પોલીસે આ મામલાની તપાસ 24 નવેમ્બર, ગુરુવારે કેરળ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના જમાઈ દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડી તેમની વિરુદ્ધ ED ના દરોડા પછી શરૂ થઈ હતી. દરોડા બાદ ED એ તેના પર 4 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેણે તેની પત્નીના પિતા પાસે દંડ ભરવા માટે પૈસા માંગ્યા હતા. ત્યાર બાદ જમીન ખરીદવા કે ફૂટવેરનો શોરૂમ ખોલવા જેવા વિવિધ બહાને તેમના જમાઈએ તેમની પાસેથી 92 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, અલુવા પોલીસે આરોપીની ધરપકડ કરવા તો દૂર તેને પૂછપરછ કરવા માટે પણ બોલાવ્યો નથી.

જ્યારે આ કેસમાં, પોલીસનું કહેવું છે કે, તેનો એક સાથી અક્ષય થોમસ પણ હસનના જમાઈ સાથે આ છેતરપિંડીમાં સામેલ છે. તેની સામે પણ તપાસ ચાલી રહી છે.