વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગોવાના પણજીમાં જોબ ફેરમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ શાસિત તમામ રાજ્યોમાં એક પછી એક રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર યુવાનોને નોકરીઓ પણ આપી રહી છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, આજે ગોવા સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિમણૂક પત્ર મેળવનાર યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આગામી કેટલાક મહિનામાં ગોવા પોલીસ અને અન્ય વિભાગોમાં ઘણી ભરતીઓ થવા જઈ રહી છે. આનાથી ગોવા પોલીસ વધુ મજબૂત થશે અને નાગરિકો અને પ્રવાસીઓની સુરક્ષાના ક્ષેત્રમાં મોટી સુવિધા વધવાની છે. પ્રધાનમંત્રીએ ગોવા રોજગાર મેળામાં નિમણૂક પત્ર મેળવનારા યુવાનોને કહ્યું, તમારા સૌથી મહત્વપૂર્ણ 25 વર્ષ હવે શરૂ થઈ રહ્યા છે. 2047 સુધી દેશ અને ગોવાના વિકાસની જવાબદારી તમને સોંપવામાં આવી છે.