1 ઓક્ટોબરથી મોંઘવારી તમને વધુ પરેશાન કરશે. કારણ કે 1 ઓક્ટોબરથી સીએનજીથી પીએનજી વધુ  મોંઘા થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ ખાતરથી લઈને વીજળી પણ મોંઘી થઈ શકે છે. હકીકતમાં, 30 સપ્ટેમ્બર, 2022ના રોજ સરકાર ઘરેલુ ગેસના ભાવની સમીક્ષા કરવા જઈ રહી છે. અને એવું માનવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ભારે વધારા બાદ સરકાર 1 ઓક્ટોબર, 2022થી સ્થાનિક કુદરતી ગેસની કિંમતોમાં મોટો વધારો કરી શકે છે.

1 એપ્રિલ, 2022 ના રોજ, કુદરતી ગેસની કિંમત વધારીને 6.10 ડોલર પ્રતિ mmBtu કરવામાં આવી હતી. પરંતુ 1 ઓક્ટોબર, 2022થી તેને વધારીને 9 ડોલર પ્રતિ mmBtu કરી શકાય છે. એટલે કે સીધી કિંમતોમાં 50 ટકા સુધીનો વધારો શક્ય છે. એપ્રિલમાં બેવડો ભાવવધારો થયો હતો. આ ઉપરાંત, સરકાર ઊંડા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવતા કુદરતી ગેસની કિંમત 9.92 ડોલર પ્રતિ mmBtu થી વધારીને 12 ડોલર પ્રતિ mmBtu કરી શકે છે.

ગેસના ભાવમાં વધારા બાદ રસોડામાં રસોઈ બનાવવાથી લઈને વીજળી અને ટ્રાન્સપોર્ટની કિંમતમાં વધારો થવા જઈ રહ્યો છે. રુસો-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં કુદરતી ગેસના ભાવમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે સરકાર દર છ મહિને ઘરેલુ કુદરતી ગેસની કિંમતોની સમીક્ષા કરે છે.

તમને જણાવી દઈએ કે, કુદરતી ગેસની કિંમતમાં એક ડોલરનો વધારો થાય છે, તો CNG ની કિંમત પ્રતિ કિલો 4.5 રૂપિયા વધી જાય છે. આવી સ્થિતિમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 12 થી 13 રૂપિયાનો વધારો કરવાની જરૂર પડી શકે છે. તેથી ઘરોમાં વીજળીથી સપ્લાય કરવામાં આવતી PNG ની કિંમતમાં પણ વધારો થશે. સરકાર પર ખાતર સબસિડી બિલના ખર્ચનો બોજ પણ વધશે.