યુપીની મદરેસાઓ બાદ હવે રાજ્યની યોગી સરકાર વકફ બોર્ડની મિલકતોનો પણ સર્વે કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સર્વે પૂર્ણ કરીને એક મહિનામાં રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ વકફ બોર્ડની મિલકતોની રેવન્યુ રેકોર્ડમાં નોંધ કરવામાં આવે તેવી સૂચના પણ આપી છે. એટલું જ નહીં રાજ્યભરના 75 જિલ્લાની તમામ જમીન વકફના નામે રેકોર્ડમાં નોંધવી જોઈએ.

નોંધનીય છે કે આ સર્વે દરમિયાન વકફ બોર્ડની મિલકતોની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવાની રહેશે. તેની પાછળ સરકારનો હેતુ વકફ મિલકતના ગેરકાયદે કબજા અને વેચાણને રોકવાનો છે. આદેશ અનુસાર યુપીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં શિયા અને સુન્ની વક્ફ બોર્ડની તપાસ કરવામાં આવશે. આ સાથે સરકારે વર્ષ 1989માં મહેસૂલ વિભાગના આદેશને રદ કરીને તમામ જિલ્લાઓને એક મહિનામાં તપાસ પૂર્ણ કરવા સૂચના આપી છે.