દિલ્હી હાઈકોર્ટે સેનામાં ભરતીની બહુચર્ચિત અગ્નિપથ યોજના પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે.

આ યોજનાને પડકારતી અરજીઓ પર ગુરુવારે સુનાવણી થઈ હતી. ત્યાર બાદ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જવાબ આપવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસસી શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે કેન્દ્રને આ યોજનાને પડકારતી અરજીઓ પર જવાબ દાખલ કરવા જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે 14 જૂને જાહેર કરાયેલી અગ્નિપથ યોજનામાં 17 થી 21 વર્ષની વયજૂથના યુવાનોને માત્ર ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવાની જોગવાઈ છે. તેમાંથી 25 ટકા અગ્નિવીરોને આગામી 15 વર્ષ માટે સેનામાં સેવા આપવા માટે પસંદ કરવામાં આવશે. આ યોજનાની જાહેરાત બાદ તરત જ બિહાર સહિત દેશના ઘણા ભાગોમાં હિંસક આંદોલનો થયા હતા.

ત્યાર બાદ કેન્દ્ર સરકારે 2022 માં યોજના હેઠળ ભરતી માટેની ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી દીધી હતી.