દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કોવિડ પોઝિટિવ બન્યા છે. અનંત અંબાણીને HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે અનંત અંબાણીની તબિયત બગડતાં તેઓ HN રિલાયન્સ હોસ્પિટલમાં ગયા હતા. તેને તપાસ કરવાનું કહેવામાં આવ્યું અને તેનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે ત્યારબાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગણપતિના દર્શન કરવા મુકેશ અંબાણીના ઘરે ગયા હતા. આ સિવાય બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણ પણ ગઈ હતી.

ગયા અઠવાડિયે યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં, આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીને નવા ઊર્જા વ્યવસાયમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય તેઓ રિલાયન્સ જિયો ઈન્ફોકોમની કમાન મોટા પુત્ર આકાશ અંબાણીને અને રિલાયન્સ રિટેલ બિઝનેસ પુત્રી ઈશા અંબાણીને સોંપી ચૂક્યા છે.

તાજેતરમાં, અનંત અંબાણી ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે સમાચાર આવ્યા હતા કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીના માટે દુબઈની સૌથી મોંઘી રહેણાંક મિલકત ખરીદી છે. તમને જણાવી દઈએ કે આ ડીલ 80 મિલિયન ડોલર એટલે કે 640 કરોડ ભારતીય રૂપિયામાં કરવામાં આવી છે.