PUBG ગેમનો ક્રેઝ યુવાનોમાં ભારે પડી રહ્યો છે. આ ગેમના કારણે ઘણા યુવાનોએ જીવ ગુમાવ્યા છે તો ઘણાએ બીજાનો જીવ લેવામાં પણ વિચાર કર્યો નથી. હવે આંધ્રપ્રદેશના વિજયવાડામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં રવિવારે એટલે કે 12 જૂને, PUBGમાં હારી જવા પર મિત્રો દ્વારા મજાક ઉડાવવામાં આવતા એક યુવકે પોતાનો જીવ લઈ લીધો છે.

જાણકારી મુજબ, આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના મછલીપટમમાં 16 વર્ષનો એક છોકરાને PUBG ગેમમાં હાર્યા બાદ અત્યંત અપમાનિતનો અનુભવ થયો હતો. આ હારથી તેને એટલી હદે ઠેસ પહોંચાડી કે, તેણે ઘરે આવીને સીલિંગ ફેનમાં લટકીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ગેમમાં હાર્યા બાદ આ છોકરાના મિત્રોએ તેની મજાક ઉડાવી હતી. તેણે આ મજાકને હૃદય પર લઈ લીધી અને પોતાનો જીવ લઇ લીધો હતો.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે લખનૌમાં સૈન્ય અધિકારીના સગીર પુત્રએ તેની માતાને PUBG રમવા ન દેવા માટે હત્યા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા PUBG પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ તે પછી પણ, બાળકો PUBG ગેમનો ઉપયોગ કરી શકે છે અને કિશોરો અને યુવાનો હજી પણ તે રમતી રહ્યા છે. આવા કિસ્સાઓ અંગે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ કહે છે કે, સતત મોનિટરિંગ દ્વારા જ આવી ઘટનાઓને નિયંત્રિત કરી શકાય છે. તેમનું કહેવું છે કે આની સાથે એ પણ જરૂરી છે કે આના માટે સતત અલગ-અલગ સંસ્થાઓ સાથે સંપર્ક કરવો જરૂરી છે, જેથી જાણી શકાય કે જો બાળકો PUBG જેવી ગેમ માટે કોઈ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેની માહિતી તરત જ તેમના સુધી પહોંચાડવામાં આવે. તેમના માતાપિતા સુધી પહોંચી શકશે