બિહારમાં ચાલી રહેલા કોરોના સંકટની વચ્ચે ૧૫ મે સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સરકારના તમામ દાવા છતાં બિહારમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થઈ રહ્યું નથી, આ કારણે પોતે સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો છે તેને લઈને સીએમ નીતીશ કુમારે ટ્વીટ કર્યું છે.

સીએમ નીતિશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, “કાલે સહયોગી મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ બિહારમાં તેમ છતાં ૧૫ મે, ૨૦૨૧ સુધી લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની વિગતવાર માર્ગદર્શિકા અને અન્ય પ્રવૃતિઓના સંદર્ભમાં આજે કટોકટી મેનેજમેન્ટ ગ્રુપને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

બિહારમાં કોરોનાથી થનારા મોતની સંખ્યામાં પણ સતત વુર્દ્ધી જોવા મળી રહી છે. એવામાં ઘણા સમૂહો અને સંગઠનોથી પ્રદેશમાં લોકડાઉનની માંગ ઉઠાવવામાં આવી રહી છે. સોમવારના પટના હાઈકોર્ટે પણ સરકારથી પૂછ્યું છે કે, આખરે બિહારમાં ક્યારે લોકડાઉન લગાવવામાં આવશે? જ્યારે ઇન્ડીયન મેડીકલ એસોસિએશને પણ રાજ્યમાં લોકડાઉન લગાવવાની માંગ કરી હતી. આ પરીસ્થિતિઓની વચ્ચે લોકડાઉન પર નિર્ણય લેવાની સંભાવના હતી.

તમને જણાવી દઈએ કે, પટના હાઈકોર્ટે પણ બિહારમાં કોરોના સંક્રમણથી બગડતી પરીસ્થિતિ પર પોતાની નારાજગી જાહેર કરી ચુક્યા છે. સોમવારના ન્યાયમૂર્તિ ચક્રધારી શરણ સિંહ અને ન્યાયમૂર્તિ મોહિત કુમાર શાહની ખંડપીઠે બિહાર સરકારે જણાવ્યું છે કે, બિહારમાં લોકડાઉન લગાવવાની શું તૈયારી છે. ક્યાં સુધી રાજ્યમાં પૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે હાઈકોર્ટે સુનાવણી કરતા સરકારે સિસ્ટમને ફ્લોપ ગણાવી હતી. તેની સાથે રાજય સરકારથી આ બાબતમાં મંગળવાર એટલે આજે જવાબ આપવાનું કહ્યું હતું.