મોંઘવારીનો વધુ એક ફટકો જનતા પર પડ્યો છે. છેલ્લા ઘણા સમયથી રોકાયેલા પેટ્રોલ-ડીઝલના ભાવ રોકાયેલા હતા. જ્યારે આજે હવે તેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થયો છે. તે કારણોસર અત્યારે ડીઝલ કંપનીઓને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લિટર પડી રહ્યું છે. તેની સાથે પેટ્રોલ પણ મોંઘા ભાવે પડી રહ્યું છે.

એવામાં 5 રાજ્યોની ચૂંટણી પતવાની સાથે આખરે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલમાં ભાવ 96.69 થયા છે. જ્યારે ડીઝલમાં આજે 90.75 થયા છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધી રહ્યા છે. પેટ્રોલમાં આજે 80 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલમાં 80 પૈસાનો વધારો થયો છે.

નોંધનીય છે કે, ગઈ કાલે અમદાવાદમાં પેટ્રોલના 80 પૈસા જ્યારે ડિઝલમાં 84 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. તેના લીધે અમદાવાદમાં પેટ્રોલનો ગઈકાલે 95.93 ભાવ પહોંચ્યો હતો. જ્યારે ડીઝલનો ભાવ ગઈકાલે 89.96 ભાવ પહોંચ્યો હતો. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, વિધાનસભાની ચુંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.