પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં ફસાયેલી અર્પિતા મુખર્જીની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી. એક પછી એક દરોડા અને કરોડોની રોકડની રિકવરી બાદ તેમની ચાર કાર ગુમ હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સના અહેવાલ મુજબ, ડાયમંડ સિટી ફ્લેટ કોમ્પ્લેક્સમાંથી અર્પિતાની ચાર લક્ઝરી કાર ગાયબ છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારોમાં મોટી માત્રામાં રોકડ પણ ભરેલી હતી.

હવે ED ના અધિકારીઓએ આ કારોની શોધ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ED અધિકારીઓએ એક કાર પણ રિકવર કરી છે. તે જ સમયે, જે બે કાર ગુમ થઈ છે તે અર્પિતાના નામની છે.

ED ના અધિકારીઓ અર્પિતા મુખર્જીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈને પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપો બાદ અર્પિતા ખૂબ રડી હતી. ત્યાર બાદ તે પડી ગઈ, ત્યારબાદ ED ના અધિકારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. તે જ સમયે, પાર્થ ચેટરજીને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.