મહારાષ્ટ્રની ગાદી સંભાળતાની સાથે જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સરકારના નિર્ણયો પર રોક લગાવવાનું શરૂ કરી દીધું છે. શિંદેએ ઉદ્ધવના નિર્ણય પર રોક લગાવી છે, જેના હેઠળ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવામાં આવ્યા હતા. ખરેખરમાં, ઉદ્ધવ ઠાકરેએ તેમની છેલ્લી કેબિનેટ બેઠકમાં ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ પણ ડીબી પાટીલ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

બીજી તરફ એકનાથ શિંદેએ કહ્યું છે કે બંને શહેરોના નામ બદલવાનો નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સરકાર આના પર નવેસરથી વિચાર કરશે અને આ પ્રસ્તાવને કેબિનેટની સામે રાખશે.

મુશ્કેલીમાં ફસાયેલા ઉદ્ધવ ઠાકરેએ સરકાર પડી તે પહેલા 29 જુલાઈએ કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઉસ્માનાબાદ અને ઔરંગાબાદનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના પર રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ સરકારને પત્ર લખીને કહ્યું કે સરકાર લઘુમતીમાં છે, આવા સમયે લોકશાહી નિર્ણયો લઈ શકાય નહીં. આ પછી દેવેન્દ્ર ફડણવીસે પણ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકારે આ નિર્ણય ઉતાવળમાં લીધો છે. બહુમત પરીક્ષણના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય લીધો હતો, જે ખોટો છે.