ભારતના પ્રખ્યાત એથલીટ મિલ્ખા સિંહની ચંદીગઢના હોસ્પિટલમાં નિધન થયું છે. તે છેલ્લા દિવસોમાં કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમિત થયા બાદ ૯૧ વર્ષના મિલ્ખા સિંહને ચંદીગઢના PGIMERમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શુક્રવારની સાંજે તેમની તબિયત લથડી મળી ગઈ અને ઘણા પ્રયત્નો બાદ પણ તેમને બચાવી શક્યા નહોતા. ચંદીગઢમાં હોસ્પીટલમાં સારવાર દરમિયાન મિલ્ખા સિંહનું નિધન રાત્રીના ૧૧.૩૦ વાગે થયું હતું.

મિલ્ખા સિંહ ૨૦ મેના કોવિડ સંક્રમણના કારણે ત્રણ જૂનના PGIMERના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ૧૩ જૂન સુધી આઈસીયુમાં દાખલ રહ્યા અને આ દરમિયાન તે કોવિડ સામેની જંગ જીતી ગયા હતા. ૧૩ જૂનના કોવિડ ટેસ્ટમાં નેગેટીવ આવ્યા બાદ કોવિડ સંબંધી મુશ્કેલીઓના કારણે તેમને ફરીથી ICUમાં દાખલ કરવા પડ્યા હતા. પરંતુ તમામ પ્રયત્નો બાદ પણ ડોકટરોની ટીમ તેમને બચાવી શકી નહોતી.

મિલ્ખા સિંહનો 20 નવેમ્બર 1929 ના રોજ ગોવિંદપુરાના એક શિખ પરિવારમાં જન્મ થયો હતો. ભારત આવીને સેનામાં જોડાયા બાદ તે ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા બાદ 400 થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબર પર આવ્યા હતા. 1956માં મેલબર્નમાં આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. પરંતુ તેમાં ખાસ પ્રદર્શન નહોતા કરી શક્યા. જ્યારે 1958 માં કટકમાં આયોજિત નેશનલ ગેમ્સમાં 200 અને 400 મીટરમાં તેમને અનેક રેકોર્ડ બનાવ્યા છે. તે જ વર્ષ દરમિયાન ટોક્યોમાં આયોજિત એશિયન રમતોત્સવમાં 200 મીટર, 400 મીટરની સ્પર્ધાઓ અને કોમનવેલ્થમાં 400 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીતી લીધું હતું. તેમની સફળતા જોઈને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.