વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર આજથી શરૂ થયો છે. ડિસેમ્બર, 2022માં, બેંકોમાં 13 દિવસની રજા રહેશે. ડિસેમ્બર મહિનામાં ચાર રવિવાર છે, આ દિવસે બેંકમાં સાપ્તાહિક રજા રહેશે જ્યારે બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે. આ સિવાય કેટલાક તહેવારો અને ખાસ દિવસોના કારણે બેંકોમાં કામકાજ નહીં થાય. જો તમારો ઈરાદો પણ આ મહિનામાં કોઈપણ દિવસે બેંકની શાખામાં જવાનો છે, તો પહેલા રજાઓની યાદી તપાસો. એવું ન થાય કે તમે જે દિવસે બેંકમાં જાઓ તે દિવસે બેંક બંધ હોય.

રિઝર્વ બેંક દરેક કેલેન્ડર વર્ષ માટે બેંક રજાઓની યાદી તૈયાર કરે છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં સમગ્ર દેશમાં બેંકો 13 દિવસ સુધી બંધ રહેશે નહીં. RBIએ જે રજાઓની યાદી બહાર પાડી છે, તેમાંની ઘણી રજાઓ રાષ્ટ્રીય છે, જ્યારે કેટલીક રજાઓ સ્થાનિક અથવા પ્રાદેશિક સ્તરની છે. તે દિવસોમાં બેંકની શાખાઓ માત્ર સંબંધિત રાજ્યોમાં જ બંધ રહેશે.

ઓનલાઈન સેવા ચાલુ રહેશે

હાલમાં બેંકોની મોટાભાગની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે હવે બેંક બંધ હોવા પર પણ મની ટ્રાન્સફર સહિત અનેક કામ કરી શકાય છે. પરંતુ, હવે પણ કેટલાક એવા કામો છે જે ફક્ત બેંક શાખાની મુલાકાત લેવાથી જ થાય છે. તેથી જ બેંક બંધ હોય ત્યારે ઘણા ગ્રાહકોના કેટલાક મહત્વપૂર્ણ કામ અટવાઈ જાય છે. એટલા માટે દરેક બેંક ગ્રાહકે બેંકની રજાઓ વિશે માહિતી લેતા રહેવું જોઈએ જેથી કરીને જો તેની પાસે બેંકનું કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તે રજાના દિવસ પહેલા તેનો વ્યવહાર કરી શકે.

અહીં છે યાદી

3 ડિસેમ્બર: (શનિવાર): ગોવામાં સેન્ટ ઝેવિયર્સ ફિસ્ટ- બેંક બંધ.
4 ડિસેમ્બર (રવિવાર): દેશભરમાં રજા.
10 ડિસેમ્બર (શનિવાર): બીજો શનિવાર – સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
11 ડિસેમ્બર (રવિવાર): દેશભરમાં રજા.
12 ડિસેમ્બર (સોમવાર): મેઘાલયમાં પા-તાગન નેંગમિંજા સંગમ – બેંક બંધ.
18 ડિસેમ્બર (રવિવાર): દેશભરમાં રજા.
19 ડિસેમ્બર (સોમવાર): ગોવા લિબરેશન ડે- ગોવામાં બેંક બંધ.
24 ડિસેમ્બર (શનિવાર): ચોથો શનિવાર- દેશભરમાં બેંક બંધ.
25 ડિસેમ્બર (રવિવાર): દેશભરમાં રજા.
26 ડિસેમ્બર (સોમવાર): ક્રિસમસ, લાસુંગ, નમસંગ- મિઝોરમ, સિક્કિમ, મેઘાલયમાં બેંક બંધ.
29 ડિસેમ્બર (ગુરુવાર): ગુરુ ગોવિંદ સિંહ જીના જન્મદિવસ- ચંદીગઢમાં બેંકો બંધ રહેશે.
30 ડિસેમ્બર (શુક્રવાર): યુ કિઆંગ નાંગવાહ – મેઘાલયમાં બેંક બંધ.
31 ડિસેમ્બર (શનિવાર): મિઝોરમમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ બેંક બંધ.