19 નવેમ્બરે દેશભરમાં બેંક હડતાળ, ATM અને અન્ય સેવાઓને પણ થઈ શકે છે અસર

Bank Strike: જો તમારી પાસે 19 નવેમ્બર શનિવારના રોજ બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો આ તમારા કામના સમાચાર છે. આ દિવસે દેશભરની બેંકો બંધ રહી શકે છે. વાસ્તવમાં, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ 19 નવેમ્બરે બેંક હડતાલનું આહ્વાન કર્યું છે, જે આગામી સપ્તાહે દેશભરમાં બેંકિંગ સેવાઓને અસર કરશે. તમને જણાવી દઈએ કે 19 નવેમ્બરે ત્રીજો શનિવાર છે. તમામ બેંકો પ્રથમ અને ત્રીજા શનિવારે ખુલ્લી હોય છે.
BoBએ માહિતી આપી હતી
સોમવારે એક નિયમનકારી ફાઈલિંગમાં, બેંક ઓફ બરોડા (BoB) એ જણાવ્યું હતું કે, “ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરીએ ઈન્ડિયન બેંક્સ એસોસિએશનને હડતાળની સૂચના આપી છે કે તેમના સભ્યો તેમની માંગણીઓ માટે 19 નવેમ્બર ના રોજ હડતાળ પર જઈ શકે છે.
બેંકે જણાવ્યું હતું કે બેંક હડતાળના દિવસોમાં બેંકની શાખાઓ અને કાર્યાલયોની કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે જરૂરી પગલાં લઈ રહી છે, પરંતુ હડતાળના સંજોગોમાં શાખાઓ અને કચેરીઓના કામકાજને અસર થઈ શકે છે.
આ શહેરોમાં આજે બેંકો બંધ
જણાવી દઈએ કે 8 નવેમ્બરના રોજ નાનક જયંતિ/કાર્તિક પૂર્ણિમા/રહસ પૂર્ણિમાના કારણે આઈઝોલ, કાનપુર, કોલકાતા, ચંદીગઢ, જમ્મુ, જયપુર, દેહરાદૂન, નવી દિલ્હી, નાગપુર, બેલાપુર, ભુવનેશ્વર, ભોપાલ, મુંબઈ, રાંચી, રાયપુર. લખનૌ, શ્રીનગર, શિમલા અને હૈદરાબાદગુરુ બેંકો બંધ છે.