દેશભરમાં બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાળ પાડવામાં આવી છે. જે વિવિધ 20 માગણીઓને લઈને બેન્ક કર્મચારી યુનિયનો એ હડતાળ નુ એલાન કર્યું છે. તમામ યુનિયનો એક થઈ વિરોધ કરી રહ્યા છે. વડોદરા ના ગાંધીનગર ગૃહ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોચી આવેદન પત્ર આપશે. આજથી દેશભરમાં બેંકોની 2 દિવસીય હડતાળ પાડવામાં આવી છે. જે 28 અને 29 માર્ચે બેંકોની 2 દિવસીય હડતાળ પાડવામાં આવી છે.

ઓલ ઇન્ડીયા બેંક એમ્પલોય એસોસીએશન ના નેજા હેઠળ હડતાળ પાડવામાં આવી છે. રાજ્યમાં બેન્ક હડતાળને પગલે અંદાજિત કરોડોના બેન્ક વ્યવહાર પર અસર થઇ શકે છે. બેન્ક કર્મચારીઓના યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવશે. બેન્ક ખાનગીકરણ સહિતની પડતર માંગોને લઈ કર્મચારીઓની હડતાળ
પાડવામાં આવી છે. બેંકોનું ખાનગીકરણ, બેંક લોનની રિકવરી શરૂ કરવી સહિતની માંગ કરવામાં આવી છે. થાપણ વ્યાજમાં વધારો, ગ્રાહકો પર ઉંચા સર્વિસ ચાર્જ ન નાખવા સહિતની માંગ કરવામાં આવી છે.

જો કે, કેન્દ્ર સરકારની કર્મચારીઓ વિરોધી નીતિઓ, સરકારી એકમોનું ક્રમિક ખાનગીકરણ, સરકારી ખાલી જગ્યાઓ ન ભરીને કામનું ભારણ વધારવું, કર્મચારીઓને માનસિક રીતે સતત પ્રતાડિત કરવા અને નિવૃતિ પછી કર્મચારીઓને બેહાલ કરતી નવી પેન્શન પ્રથા બંધ કરી જૂની પેન્શન પ્રથા લાવવા સહિતના અનેક પ્રશ્નો અંગે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓએ આજથી બે દિવસની હડતાળ પર જઈ રહ્યા છે.

પંજાબ નેશનલ બેંક (PNB) એ જણાવ્યું છે કે AIBEA, બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) એ 28 અને 29 માર્ચે હડતાળની સૂચના આપી છે.