કેન્દ્રીય સ્ટીલ મંત્રીની સુરત મુલાકાત દરમિયાન મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકાર સ્ટીલ ઉત્પાદકો અને ગ્રાહકોના સૂચન બાદ સેકન્ડરી સ્ટીલ પોલિસી બનાવશે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહે સ્ટીલ ઉત્પાદકો અને ઉપભોગતાઓ સાથે બેઠક કરી છે. વર્ષ 2030 સુધી ભારતમાં 255 મિલિયન મેટ્રિક ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે.

સ્ટીલ ઉત્પાદન વધવાથી દેશમાં રોકાણ વધશે અને રોજગારી મળશે. ઉત્પાદન વધારવા ભારત સરકાર દ્વારા પીઆઈએલ સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ 2030 સુધી 255 મિલિયન મેટ્રીક ટન સ્ટીલનું ઉત્પાદન કરવાની નેમ છે. હાલ વાર્ષિક 120 મિલિયન મેટ્રીક ટન સ્ટીલનું ઉત્પાદન થાય છે. વિશ્વમાં ભારત ચાઇના પછી સ્ટીલ ઉત્પાદનમાં બીજા નંબરે છે, પરંતુ ભારતનું વાર્ષિક ઉત્પાદન 120 મિલિયન મેટ્રીક ટન છે.

સ્ટીલ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાના સ્વપ્નને સાકાર કરવામાં આવી રહ્યું છે. કોરોનાકાળમાં પણ 120 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરી ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી હતી. ત્યારે હવે મેન્યુફેકચરીંગ એકટીવિટી વધારવા માટે જ સરકાર દ્વારા પીએલઆઇ સ્કીમ અમલમાં લાવ્યા છે.