દિલ્હી પોલીસને મળી મોટી સફળતા, રાતના અંધારામાં આફતાબ દ્વારા શ્રદ્ધાના અંગ ફેંકવાના CCTV ફૂટેજ મળ્યા

શ્રદ્ધા હત્યા કેસમાં એક પછી એક નવા તથ્યો બહાર આવી રહ્યા છે. દિલ્હી પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. દિલ્હી પોલીસને હવે વધુ એક નવો પુરાવો મળ્યો છે. પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. પોલીસ ફૂટેજનું મૂલ્યાંકન કરી રહી છે, જેમાં આફતાબ પૂનાવાલા બેગ લઈને જતો જોવા મળે છે. પોલીસને શંકા છે કે તે તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વોકરના શરીરના વિકૃત અંગોને જંગલમાં ફેંકવા જઈ રહ્યો છે. ક્લિપમાં જોવા મળે છે કે આફતાબે તે રાત્રે ત્રણ રાઉન્ડ કર્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે 18 મેના રોજ કથિત રીતે તેના લિવ-ઈન પાર્ટનર વોકર (27)નું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. જેને તેણે દક્ષિણ દિલ્હીના મહેરૌલીના જંગલોમાં ફેંકી દીધો હતો. આરોપી આફતાબે આ ટુકડાઓ 18 ઓક્ટોબરે એટલે કે લગભગ પાંચ મહિના પછી જંગલમાં ફેંકી દીધા હતા. આરોપીઓ એક જ દિવસમાં આ ટુકડા ફેંકી આવ્યા હતા. તે દિવસે આરોપી આફતાબે સાંજે 4:30 થી 7:30 સુધી ચાર રાઉન્ડ કર્યા હતા. આ દરમિયાન આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે સીસીટીવી કબજે કર્યા છે. સીસીટીવી ફૂટેજમાં તે બેગ લટકાવતો જોવા મળે છે.
#WATCH | Shraddha murder case: CCTV visuals of Aftab carrying bag at a street outside his house surface from October 18 pic.twitter.com/S2JJUippEr
— ANI (@ANI) November 19, 2022
સીસીટીવી ફૂટેજમાં મોટો ખુલાસો થશે
આરોપી આફતાબે આ ટુકડાઓ 18 ઓક્ટોબરે એટલે કે લગભગ પાંચ મહિના પછી જંગલમાં ફેંકી દીધા હતા. આરોપીઓ એક જ દિવસમાં આ ટુકડા ફેંકી આવ્યા હતા. તે દિવસે આરોપી આફતાબે સાંજે 4:30 થી 7:30 સુધી ચાર રાઉન્ડ કર્યા હતા. આ દરમિયાન આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે સીસીટીવી કબજે કર્યા છે. સીસીટીવી ફૂટેજમાં તે બેગ લટકાવતો જોવા મળે છે.