રાજ્યના 7 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બદલાયા હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકેશ કુમારના બદલે લોચન શહેરાને નવા કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અત્યારે અમદાવાદના મ્યુનિસિપિલ કમિશનર મુકેશ કુમાર હતા, પરંતુ એકાએક 7 સિનિયર IAS અધિકારીઓને બદલી આપવામાં આવી છે. જેમાં લોચન શહેરાને નવા કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. મુકેશ કુમાર શહેરી વિકાસના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરી બનાવાયા છે. મુકેશકુમાર શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. કે.સી. સંપતને સુરેન્દ્રનગરના DDO બનાવાયા છે. મુકેશ પુરીને GSFCના MDનો ચાર્જ સોંપાયો છે. નવનાથ કોંડીબા અધિક ગ્રામ્ય વિકાસ કમિશનર બન્યા છે.