દેશમાં પેટ્રોલ ની વધતી કિંમતોની વચ્ચે ઝારખંડની હેમંત સોરેન સરકારે નવા વર્ષની તક પર રાજ્યની જનતાને મોટી ભેટ આપી દીધી છે. હેમંત સરકારે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટર નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં, હેમંત સોરેન સરકારે આ રાહત માત્ર ટુ-વ્હીલર માટે જ આપી છે.

 

વાસ્તવમાં બુધવારે ઝારખંડ સરકારના 2 વર્ષ પૂર્ણ થવાની તક પર ઝારખંડના મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી કે હવે રાજ્યમાં ટુ વ્હીલર વાહનોને પેટ્રોલ પર પ્રતિ લિટર 25 રૂપિયાની રાહત આપવામાં આવશે.

 

 

ઝારખંડના મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને લખ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ પ્રભાવિત છે. એટલા માટે સરકાર રાજ્ય સ્તરેથી ટુ વ્હીલર વાહનો માટે પેટ્રોલ પર ₹25 પ્રતિ લિટરની રાહત આપશે, તેનો લાભ 26 જાન્યુઆરી 2022થી શરૂ થશે.