દેશમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહી છે. બુધવારે છેલ્લા 24 કલાકમાં 8822 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં એક જ દિવસમાં આ સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં સક્રિય કેસ 3089 વધીને 53,637 થઈ ગયા છે. દૈનિક ચેપ દર 2.35 ટકા છે.

બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં રોગચાળાને કારણે 15 લોકોના મોત થયા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5,24,792 મોત નીપજ્યા છે. મંગળવારે નવા સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. આ દિવસે 6594 નવા સંક્રમિત મળી આવ્યા હતા, પરંતુ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 50548 થઈ ગઈ હતી.

છેલ્લા કેટલાક દિવસોની વાત કરીએ તો મંગળવાર સિવાય દેશમાં નવા સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. સોમવારે 8084 નવા દર્દીઓ મળી આવ્યા હતા. આ દિવસે, દૈનિક ચેપ દર પણ ચાર મહિના પછી વધીને 3.24 ટકા થયા હતા. આ અગાઉ 11 ફેબ્રુઆરીએ ચેપ દર 3.50 ટકા નોંધાયો હતો, પરંતુ બુધવારે તે ઘટીને 2.35 ટકા થઈ ગયો.