કોરોનાના સંકટ દરમિયાન લોકોએ લોકડાઉનમાં અલગ-અલગ રીતે સમય પસાર કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ દરમિયાન કંડોમનું વેચાણ ઘણું વધી ગયું હતું. લોકોએ રાત કરતા દિવસ દરમિયાન કન્ડોમની ખરીદી વધુ કરી હતી. Concierge Services app Dunzo ના ડિલીવરી ટ્રેન્ડસમાં આ વાત સામે આવી છે.

સર્વેના મુજબ Dunzo એપ પર કન્ડોમના ઓર્ડર રાત કરતા દિવસ દરમિયાન વધુ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન લગભગ ત્રણ ગણા લોકોએ કન્ડોમ ખરીદ્યા છે. હૈદરાબાદમાં લગભગ ૬ ગણા, ચેન્નાઈમાં પાંચ ગણા અને જયપુરમાં ચાર ગણા વધુ લોકોએ કન્ડોમની ખરીદી કરી હતી. જ્યારે મુંબઈ અને બેંગ્લોરમાં દિવસમાં કન્ડોમના ઓર્ડરમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.

લોકડાઉન દરમિયાન, વેલનેસ પ્રોડક્ટ્સને પણ ઓનલાઈન ખરીદવામાં આવ્યા હતા. આ દરમિયન લોકોએ ગર્ભનિરોધક ગોળી આઈપીલના પણ ખૂબ ઓર્ડર આપ્યા હતા. સૌથી વધુ ઓર્ડર બેંગ્લોર, પુણે, ગુરુગ્રામ, હૈદરાબાદ અને દિલ્લીથી આવ્યા હતા. જ્યારે પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ્સના સૌથી વધુ ઓર્ડર જયપુરથી આવ્યા હતા.