ભારતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં ફરી એકવાર 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 20,044 નવા કોવિડ કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાને કારણે 56 લોકોના મોત નીપજ્યા છે. ત્યાર બાદ કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 1,40,760 પર પહોંચી ગઈ છે.

કોરોનાના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 18,301 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. બીજી તરફ, જો આપણે દૈનિક પોઝિટિવિટી દર વિશે વાત કરીએ, તો તે હાલમાં 4.80 % છે.

કોરોનાના વધતા જતા કેસોની સાથે દેશભરમાં રસીકરણની ઝડપ પણ ઝડપથી વધી રહી છે. ભારતમાં રસીકરણની સંખ્યા 200 કરોડને પાર થઈ ગઈ છે. ત્યાર બાદ ભારતના આ આંકડાને સ્પર્શનાર વિશ્વનો બીજો દેશ બની જશે. ચીન બાદ ભારતમાં 200 કરોડ વેક્સીન ડોઝનો આંકડો પાર થઈ જશે. ત્યાર બાદ ભારતમાં લગભગ 65 ટકા વસ્તી એવી હશે કે, જેણે કોરોનાના બંને ડોઝ લઇ ચુક્યા હશે.

કોરોનાનો સાપ્તાહિક ચેપ દર 4.40 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,30,63,651 લોકો સંક્રમણ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.20 ટકા છે. નોંધપાત્ર રીતે, 7 ઓગસ્ટ 2020 ના રોજ દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020 ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020 ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતા. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020 ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020 ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020 ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020 ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર થઈ ગયા હતા.

દેશમાં 19 ડિસેમ્બર, 2020 ના રોજ આ કેસ એક કરોડને પાર થઈ ગયા હતા. ગયા વર્ષે 4 મેના રોજ સંક્રમિતોની સંખ્યા બે કરોડ અને 23 જૂન 2021 ના ત્રણ કરોડ પાર થઈ ગયા હતા. આ વર્ષે 25 જાન્યુઆરીના કેસ ચાર કરોડને પાર થઈ ગયા હતા.