આજે કોરોનાવાયરસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા ઘટીને 5 હજાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4 હજાર 369 નવા કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ  સંક્રમિતોની કુલ સંખ્યા 4 કરોડ 45 લાખ 4 હજાર 949 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 46 હજાર 347 થઈ ગઈ છે.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 50 હજાર 468 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે કોરોનાથી મરનાર કુલ મૃત્યુના આંકડા પર નજર કરીએ તો આ સંખ્યા વધીને 5 લાખ 28 હજાર 185 થઈ ગઈ છે. જ્યારે દેશમાં નોંધાયેલા કુલ આંકડાઓમાંથી, 4 કરોડ 39 લાખ 30 હજાર 417 લોકો આ વાયરસથી સાજા થઈ ગયા છે.

આ સિવાય દેશમાં કોરોના રસીકરણ અભિયાન હજુ પણ ઝડપથી ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 21 લાખ 67 હજાર 644 લોકોને રસી આપવામાં આવી છે, ત્યારબાદ દેશભરમાં 215 કરોડ 47 લાખ 80 હજાર 693 લોકોને ડોઝ આપવામાં આવ્યો છે.