દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જોકે, ગુરુવારની સરખામણીએ શુક્રવારે વૃદ્ધિની ગતિ થોડી ઓછી થઈ હતી. શુક્રવારે 12,847 નવા દર્દીઓ સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 14 લોકોના મોત થયા છે. ગુરુવારે, 12,213 નવા સંક્રમિત મળી આવ્યા હતા, જ્યારે શુક્રવારે 12,847 રહ્યા હતા. આ રીતે ગઈકાલ કરતાં આજે 634 વધુ દર્દીઓ મળી આવ્યા છે. ગઈકાલ કરતાં આજે વધુ મૃત્યુ થયા છે. ગુરુવારે 11 લોકોના મોત થયા હતા. હવે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 4,32,70,577 થઈ ગઈ છે.

સક્રિય કેસોમાં પણ 4,800 થી વધુનો વધારો થયો છે. 14 તાજા મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 5,24,817 થયો છે. સક્રિય કેસ હવે કુલ ચેપના 0.15 ટકા છે, જ્યારે પુનઃપ્રાપ્તિ દર 98.64 ટકા છે અને મૃત્યુ દર 1.21 ટકા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક ચેપ દર વધીને 2.47 ટકા થઈ ગયો છે.

કુલ કેસ : 4,32,70,577

સક્રિય કેસો : 63,063

કુલ રિકવરી : 4,26,82,697

કુલ મૃત્યુ : 5,24,817

કુલ રસીકરણ : 1,95,84,03,471