ભારતમાં કોરોનાને લઈને હજુ પણ ચિંતા રહેલી છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના નવા કેસ વધ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19ના 7,946 નવા કેસ નોંધાયા છે. આ કેસ બુધવાર કરતાં વધુ છે. બુધવારે દેશમાં કોરોનાના 7,231 નવા કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન કોરોનાથી સંક્રમિત 45 દર્દીઓના મોત નીપજ્યા હતા.

દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં વધુ ઘટાડો થયો છે. કોરોનાના સક્રિય કેસ હવે ઘટીને 62,748 થઈ ગયા છે. આ અગાઉ બુધવારે, સક્રિય કેસ 64,667 હતા.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 37 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 27 હજાર 911 લોકોના મોત નીપજી ચુક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 9,828 દર્દીઓ સાજા પણ થયા છે. રિકવરી રેટ વધીને 98.67 ટકા થઈ ગયા છે. જ્યારે, દૈનિક પોઝિટીવીટી રેટ 2.98 ટકા છે. સક્રિય કેસોમાં 1,919 કેસનો ઘટાડો નોંધાયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ, 31 ઓગસ્ટ સુધી કોવિડ-19 (COVID-19) માટે 88 કરોડ 61 લાખ 47 હજાર 613 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી બુધવારે 2 લાખ 66 હજાર 477 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સિવાય રસીકરણ અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ, બુધવારે દિલ્હીમાં કોરોનાવાયરસના 377 નવા કેસ નોંધાયા હતા અને બે લોકોના મોત નીપજ્યા હતા.