દુનિયાભરમાં કોરોના સામેની લડાઈ અત્યાર સુધી ચાલુ છે. ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ પણ ચિંતાજનક છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 ના 18313 નવા કેસ નોંધાયા છે, જે મંગળવાર કરતા લગભગ 23 ટકા વધુ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 57 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે કોરોના વાયરસથી સંક્રમિત 20 હજાર 742 દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ઘરે પહોંચી ગયા છે.

કોરોના સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 45 હજાર 26 છે. અગાઉ મંગળવારે દેશમાં કોરોનાના 14,830 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન 36 લોકોના મોત થયા હતા.

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 18313 નવા કેસ નોંધાયા છે. મંગળવારની સરખામણીએ આજે કોરોનાના કેસોમાં લગભગ 23 ટકાનો વધારો થયો છે. કોરોના સંક્રમણને કારણે વધુ 57 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે બાદ દેશમાં અત્યાર સુધીમાં આ રોગના કારણે મૃત્યુઆંક 5 લાખ 26 હજાર 167 પર પહોંચી ગયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં થોડો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર આ આંકડો 1 લાખ 45 હજાર 26 પર આવી ગયો છે. રિકવરી રેટ 98.45 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ રસીના 27 લાખ 37 હજાર 235 ડોઝ આપવામાં આવ્યા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 202.79 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 93.08 કરોડ બીજા ડોઝ અને 7.81 કરોડ બૂસ્ટર ડોઝ છે. છેલ્લા 24 કલાકમાં 4 લાખ 25 હજાર 337 ટેસ્ટ કરવામાં આવ્યા છે.