દુનિયાભરમાં કોરોના મહામારી સામેની લડાઈ હજુ પણ ચાલી રહી છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 ના 4,518 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, કોરોનાથી સંક્રમિત 2,779 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 24 હજાર 701 પહોંચી ગઈ છે.

દેશમાં કોરોના ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 4 કરોડ 31 લાખ 81 હજાર 335 પહોંચી ગઈ છે જેમાં સક્રિય કેસની કુલ સંખ્યા 25 હજાર 782 છે. આ અગાઉ રવિવારે કોવિડ-19 ના 4,270 નવા કેસ નોંધાયા હતા.

દેશમાં કોવિડ-19ના કેસ વધ્યા બાદ ફરી એક વખત આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 4,518 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 9 લોકોના મોત થયા છે. તેમ છતાં કોરોનાને કારણે મૃત્યુનો દૈનિક આંકડો ગત દિવસ કરતા ઓછો છે. રવિવારે કોરોનાથી 15 લોકોના મોત થયા હતા.