દેશમાં ફરી એક વખત કોરોના મૃતકોની સંખ્યામાં વધારો થવાથી ચિંતા વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવાર (28 ઓગસ્ટ) ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,510 નવા કેસ સામે આયા છે અને 33 લોકોના મોત થયા છે, જે ગઈ કાલ કરતા 18 વધુ છે. કેરળમાં સૌથી વધુ 19 મૃત્યુ નોંધાયા છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 46,216 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, સક્રિય દર્દીઓ કુલ ચેપના 0.10 ટકા છે, જ્યારે સાજા થવાનો દર વધીને 98.71 ટકા થઈ ગયો છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,28,403 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 81 નવા કેસ નોંધાયા છે અને ચેપનો દર 0.82 ટકા છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા નવીનતમ બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 9,865 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું. બુલેટિન મુજબ, દિલ્હીમાં કોવિડ -19 માટે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 463 છે. દિલ્હીમાં 349 દર્દીઓ ઘરે બેઠા સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના ચેપના 550 નવા કેસ નોંધાયા હતા, જેનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 81,16,384 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ચેપને કારણે વધુ બે દર્દીઓના મૃત્યુ પછી, કુલ મૃત્યુઆંક વધીને 1,48,314 થઈ ગયો છે. આ અગાઉ સોમવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19 ના 292 કેસ નોંધાયા હતા જ્યારે બે દર્દીઓના મોત નીપજ્યા હતા.